વિદેશ અભ્યાસ માટે શ્રેષ્ઠ દેશ કોંસી દેશ અચ્છી હૈ વિદેશ અભ્યાસ કે લિયે

Facebook
Twitter
WhatsApp
Telegram

Best Country for Abroad study:  ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. વિદેશમાં અભ્યાસ કરવાથી કારકિર્દીને ઘણા ફાયદા થાય છે. વર્તમાન સમયે અમેરિકા, યુકે, કેનેડા સહિતના દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ફેવરિટ છે. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે અનુકૂળ ટોચના પાંચ અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

કેનેડા: શિક્ષણ સારું અને સામાજિક વિવિધતા

કેનેડામાં વિશ્વના ખૂણે ખૂણેથી છાત્રો ભણવા જાય છે. ભારતીય છાત્રોની સંખ્યા પણ વધુ છે. આંકડા મુજબ કેનેડામાં અભ્યાસ કરતા કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી 14 ટકા વિદ્યાર્થીઓ ભારતના છે. આ ઉપરાંત કેનેડાની નવી ઇમિગ્રેશન પોલીસી થકી હવે કેનેડિયન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા કુશળ વિદ્યાર્થીઓને કાયમી રહેઠાણના વિકલ્પો પણ મળવા લાગ્યા છે.

કેનેડામાં અભ્યાસ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદા થાય?

ભાષા

કેનેડામાં વ્યાપકપણે અંગ્રેજી બોલાય છે. જેથી અંગ્રેજી જાણનાર છાત્રો માટે ભાષાની તકલીફ ઓછી છે.

ગુણવત્તાયુક્ત જીવન

કેનેડા અત્યારે લોકોની સલામતી તથા સામાજિક અને આર્થિક પ્રગતિ માટે જાણીતું છે. જેના કારણે ગુણવત્તાયુક્ત જીવન જીવી શકાય છે.

કોસ્મોપોલિટન એન્વાયર્નમેન્ટ

આજના સમયમાં કેનેડાની યુનિવર્સિટીઓ વિશ્વભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. જેના કારણે અલગ અલગ સાંસ્કૃતિક માહોલ છે.

ટોચની યુનિવર્સિટીઓઃ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, યોર્ક યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વિનિપેગ

આ પણ વાંચો: વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થશે, આ પ્રોફેશનલ કોર્સ કરી લો, ફટાફટ મળી જશે નોકરી

જર્મની: કિફાયતી અને ગુણવત્તાવાળું શિક્ષણ

જર્મનીની શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળે છે. રિસર્ચ માટે ઘણી તક રહે છે. આ ઉપરાંત જર્મનીની સરકારી યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમમાં મસ્ટર્સ સહિત ઘણા અભ્યાસક્રમો વિનામૂલ્ય થઈ શકે છે. તેના અભ્યાસક્રમ તમામ યુરોપિયન દેશોમાંથી શ્રેષ્ઠ ગણાય છે.

જર્મનીમાં અભ્યાસ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદા થાય?

વિનામૂલ્યે શિક્ષણ

જર્મનીમાં શિક્ષણ મેળવવું સસ્તું છે. ત્યાંની પબ્લિક યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસે ટ્યુશન ફી લેતી નથી.

સ્કોલરશીપ મળે

જર્મનીમાં અભ્યાસ કરવાથી સ્કોલરશીપનો પણ ફાયદો થઇ શકે છે. શિષ્યવૃત્તિ આપતી DAAD સહિતની સંસ્થા ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરે છે.

સંશોધનની તકો

જર્મન યુનિવર્સિટીઓ એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને વિજ્ઞાનમાં ખૂબ સારી ગણાય છે. વિદ્યાર્થીને વિસ્તૃત સંશોધન સુવિધાઓ મળે છે.

ટોપ યુનિવર્સિટીઓઃ કાર્લસ્રુહે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ બોન, RWTH આચેન યુનિવર્સિટી

ઓસ્ટ્રેલિયા: કારકિર્દીની તક અને સુરક્ષા

ઓસ્ટ્રેલિયામાં કારકિર્દીની ઘણી તક છે. ઓસ્ટ્રેલિયાની વિઝા એપ્લિકેશન પ્રક્રિયા હળવી છે. આ ઉપરાંત ત્યાં ક્રાઈમ રેટ ખૂબ નીચો છે. જેથી આ સલામત માહોલ ભારતીય વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલિયને ફેવરિટ બનાવે છે.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદા થાય?

સાંસ્કૃતિક વિવિધતા

ઓસ્ટ્રેલિયમાં અલગ અલગ સંસ્કૃતિ અને બેકગ્રાઉન્ડ ધરાવતા છાત્રો છે.

કારકિર્દીની તક

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રો અભ્યાસ કરતી વખતે પાર્ટ ટાઇમ નોકરી કરી શકે છે. આ ઉપરાંત ગ્રેજ્યુએશન બાદ વર્ક વિઝા મેળવી શકે છે.

ટોપ યુનિવર્સિટીઓ: યુનિવર્સિટી ઓફ કેનબેરા, સીક્યુ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, યુનિવર્સિટી ઓફ ન્યૂકેસલ

અમેરિકા: શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને સ્કોલરશીપ

અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા વિશ્વભરમાં પ્રખ્યાત છે. અમેરિકામાં સ્કોલરશીપ માટે પણ ઘણી તકો રહે છે. આ બંને કારણોથી ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા તરફ આકર્ષાયા છે.

અમેરિકામાં અભ્યાસ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદા થાય?

શ્રેષ્ઠ શિક્ષણ

અમેરિકન યુનિવર્સિટીઓ શિક્ષણ અને સંશોધન સુવિધાઓ બાબતે વૈશ્વિક સ્તરે નામના અને શાખ ધરાવે છે.

સ્કોલરશીપ

ભારતીય છાત્રો અભ્યાસના ખર્ચને પહોંચી વળવા મેરીટ આધારિત અથવા જરૂરિયાત મુજબની સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે.

વૈશ્વિક સ્તરે માન્ય ડિગ્રી

અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓમાંથી અપાતી ડિગ્રીના કારણે કારકિર્દીના વિકાસના દરવાજા ખુલી જાય છે. ત્યાંની ડિગ્રી રોજગારક્ષમતામાં વધારો કરે છે. વિશ્વભરની કંપનીઓમાં રોજગારીની તક રહે છે.

ટોપ યુનિવર્સિટીઓ: જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (જ્યોર્જિયા ટેક), વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી, નોર્ધઈસ્ટર્ન યુનિવર્સિટી

આ પણ વાંચો: Sarkari Naukri: ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં આ પોસ્ટ પર બમ્પર ભરતી, તમારી પાસે આ લાયકાત હોવી જરૂરી છે, જાણો તમને કેટલો પગાર મળશે

ઈટાલી: સસ્તું અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ

વિદશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઈટાલીમાં અભ્યાસ કિફાયતી છે. તેમજ ઇટાલીમાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધતા જોવા મળે છે.

ઈટાલીમાં અભ્યાસ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદા થાય?

આર્થિક રીતે પોસાય તેવું શિક્ષણ

ઇટાલીમાં ટ્યુશન નીચી છે. તેમજ રહેવા જમવા પાછળ થતો ખર્ચ પણ ઓછો છે.

વાઇબ્રન્ટ સ્ટુડન્ટ લાઈફ

ઇટાલિયન શહેરો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સથી સમૃદ્ધ છે. ત્યાંની સ્ટુડન્ટ લાઈફ વાઇબ્રન્ટ છે.

વાનગીઓ

ફૂડના શોખીન છાત્રો માટે ઈટાલી ખૂબ સારો વિકલ્પ છે. પિઝા, પાસ્તા, ગેલેટો અને કોફી સહિતની ઇટાલિયન વાનગીઓની લિજ્જત માણવા મળે છે.

ટોપ યુનિવર્સિટીઓ: યુનિવર્સિટી ઓફ પાવિયા, યુનિવર્સિટી કેટોલિકા ડેલ સાક્રો કુઓર, ફ્રી યુનિવર્સિટી ઓફ બોઝેન-બોલ્ઝાનો

અહીં ઉલ્લેખનીય છે કે, અહીં આપવામાં આવેલા ટોચના પાંચ દેશોના વિકલ્પો વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને ઘણા ફાયદા આપે છે. જેથી વિદેશમાં શિક્ષણનો નિર્ણય લેતી વખતે ભાષા, પરવડે તેવું શિક્ષણ, સંશોધનની તકો અને સાંસ્કૃતિક અનુભવો જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.

First published:

Tags: Career and Jobs, કેરિયર

Source link

Leave a Comment

7k Network

News Letter

सब्स्क्राइब कीजिए हमारा डेली न्यूजलेटर और पाइए खबरें आपके इनबॉक्स में

Read More

છોટાઉદેપુર કલેકટરે કોનું જમીન કૌભાડ પકડ્યું ?

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ આવ્યું બહાર આવ્યું છે. છોટાઉદેપુરના સવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું હતું   જેના કારણે નસવાડી તાલુકાના

કોંગ્રેસ પરંપરાગત રીતે રાઠવા સમાજના ઉમેદવારને ટિકિટ આપશે કે પછી નવો ચીલો  ચિતરીને તડવી સમાજમાંથી મહિલા નેતા ને ટિકિટ આપશે?

અભીનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) છોટાઉદેપુર ની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જશુ રાઠવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ આ

નર્મદા જિલ્લામાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા ની વાત જિલ્લા કલેકટર સ્વેતા ટેવતીયા એ કરી

અભિનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) નર્મદા જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 07 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો વયો વૃત મતદારો માટે અને દિવ્યાંગ

આજ થી લોકસભાની ચૂંટણી ના તમામ એક્સક્લુઝીવ રીપોર્ટ જુઓ

ગુજરાત બ્યુરો અભિનવ ન્યુઝ આજથી લોકસભાની ચૂંટણીના તમામ એક્સક્લુઝિવ રિપોર્ટ તેમજ તમામ એક્સક્લુઝિવ જાણકારી તમને વાંચવા મળશે માત્ર અને માત્ર અભિનવ ન્યુઝ પર જોતા રહો