કોવિડ મહામારીમાં વર્ષો દરમિયાન શિક્ષણ ઓનલાઇન આપવામાં આવતું હતું. ત્યારબાદ 2022 અને 2023માં ઓફલાઇન ક્લાસ ફરી શરૂ થયા હતા. જેથી છાત્રો યુનિવર્સિટીમાં પરત ફરી રહ્યા છે. પણ એપાર્ટમેન્ટ્સ કે મકાનોમાં રહેવું મોંઘુ પડી રહ્યું છે.
કેનેડાની લેમ્બટન કોલેજમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગના બીજા વર્ષના અનુસ્નાતક વિદ્યાર્થી પ્રવીણ કુમારે જણાવ્યું કે, “મારે એક મિત્ર સાથે શેરિંગમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ મારે કરકસરથી ખરીદી, ટેક અવે ફૂડ અને સેલ્ફ ડ્રાઇવિંગને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી ખર્ચમાં કાપ મૂકવો પડ્યો હતો. ઓન-કેમ્પસ એમ્પ્લોયમેન્ટ પર કોઈ કલાક દીઠ કામની સિસ્ટમ ન હોવાથી મેં કેમ્પસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.”
સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ યુકેના મેનેજિંગ ડિરેક્ટર-ઇન્ડિયા કન્સલ્ટન્ટ લક્ષ્મી અય્યરે જણાવ્યું હતું કે, રહેવાની સગવડ શોધી શક્યા ન હોવાથી ઘણા વિદ્યાર્થીઓને ઇન્ટેક મોકૂફ રાખવું પડ્યું હતું.
આ પણ વાંચો –હોંગકોંગમાં નોકરી કરવા ઇચ્છો છો? આ સેક્ટરના લોકો માટે સરકારે નિયમો કર્યા છે હળવા
વિદેશમાં અભ્યાસ માટે છાત્રોનો બહોળો ધસારો
અય્યરના જણાવ્યા અનુસાર, વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ યુકે, યુએસએ અને કેનેડા તરફ વધુ આકર્ષાયા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો લાંબા સમય સુધી બંધ હતા, તેઓ વિદ્યાર્થીઓની એન્ટ્રી બંધ રાખી હોવાથી પરિણામે આવું થયું હતું. તેઓ કહે છે કે, ‘યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને સમાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, પરંતુ સંખ્યામાં ઉછાળાને જોતા તેનો ઉકેલ રાતોરાત આવી શકે નહીં. યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓની સંખ્યા આટલી વધી જશે અને દરેકને રહેવાની સગવળ જોઈશે તેનો અંદાજ નહોતો. જેના પરિણામે ખૂબ દબાણ ઉભું થયું હતું.’
વિદ્યાર્થીઓની વધુ સંખ્યા ધરાવતી મોટી યુનિવર્સિટીઝ ધરાવતાં લંડન, ગ્લાસગો, માન્ચેસ્ટર, યોર્ક સહિતના શહેરોમાં હવે રહેઠાણ શોધવું પડકારજનક બન્યું છે. કોવિડ મહામારી દરમિયાન ખાનગી મકાનમાલિકોએ કામ બંધ કર્યું હતું. કોવિડ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓ કેમ્પસમાં અભ્યાસ કરતા ન હતા, જેથી સામાન્ય લોકોની માંગમાં વધારો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં કોવિડ મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઓક્ટોબર 2022થી આ સંખ્યામાં ફરીથી વધારો થયો હતો. ભારતીય વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયા એ વિદેશમાં અભ્યાસ માટે સૌથી વધુ માંગ ધરાવતા સ્થળોમાંનું એક છે.
વિદેશમાં શિક્ષણનું પ્લાનિંગ
અય્યરના મત મુજબ વિદેશમાં અભ્યાસ માટે પ્લાનિંગ કરતી વખતે રહેવાની સુવિધાનો નિર્ણય પહેલા કરી લેવો જોઈએ. ભારતીય વિદ્યાર્થીઓ સસ્તા રહેઠાણનો આગ્રહ રાખતા હોય છે. બીજી તરફ યુનિવર્સિટીના આવાસો સામાન્ય રીતે મિત્રો સાથે શેર કરી શકાતા નથી.
વિદેશમાં શિક્ષણ માટે જતા છાત્રોના નાણાંકીય સલાહકાર ઋષિ પિપરૈયા એ વાત પર ભાર મૂકે છે કે, “વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી આવાસની સગવડો લે છે. આ સુવિધા ખર્ચાળ હોવા છતાં વિદ્યાર્થીને તેમના આસપાસના વાતાવરણને સમજવામાં અને મિત્રો બનાવવામાં મદદ કરે છે. હું વિદ્યાર્થીઓને સલાહ આપીશ કે પ્રથમ વર્ષ માટે તેઓ કેમ્પસમાં રહે. આ દરમિયાન તેઓએ યુનિવર્સિટીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને મિત્રો પણ બનાવવા જોઈએ અને પછી બીજા વર્ષથી તેઓ કેમ્પસની બહાર રહી શકે છે.”
તેઓ વધુમાં સૂચવે છે કે વિદ્યાર્થીઓ તેમની જરૂરિયાતો અનુસાર કેટલીક ઓફ-કેમ્પસ અને ઓન-કેમ્પસ નોકરીઓ કરે છે. આ નોકરીઓ તેમને તેમના ભાડામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. ઘણી જગ્યાએ છાત્રો રેસીડેન્સિયલ એડવાઈઝર તરીકે કામ કરી શકે અથવા વૃદ્ધ પરિવાર સાથે કામ કરી શકે છે. આવી જગ્યાઓએ વિદ્યાર્થીઓને મફતમાં રહેવાની જગ્યા મળી શકે છે.
સ્ટુડન્ટ હાઉસિંગ પ્લેટફોર્મ
ભારત સ્થિત યુનિવર્સિટી લિવિંગ, યુનિએકો, Halp.co અને લીવરેજ એજ્યુ જેવા હાઉસિંગ પ્લેટફોર્મ રહેણાંકની તકલીફ ઉકેલવામાં મદદ કરે છે. યુનિએકોના સહ-સ્થાપક સયંતન બિસ્વાસે જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને પોસાય તેવા આવાસ માટેના પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છીએ. હાલ વધતી જતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે સ્ટેકહોલ્ડર્સને સાંકળતા બહોળા અભિગમની જરૂર છે.”
રહેઠાણ માટે હાઉસિંગ પ્લેટફોર્મ દ્વારા કેટલીક ભલામણો કરાઈ છે. જે પૈકીનું એક સૂચન એ છે કે, ખર્ચ ઘટાડવા માટે આખા વર્ષ માટે રહેવાની જગ્યા રાખી લેવી જોઈએ. યુનિવર્સિટી લિવિંગના સહ-સ્થાપક મયંક મહેશ્વરીએ વિદેશમાં નાના પ્રાઇવેટ રૂમ ક્લસ્ટર્સના કોન્સેપ્ટને સ્વીકારવાનું પણ સૂચન કર્યું છે.
લીવરેજ એડ્યુ એન્ડ ફ્લાયના સ્થાપક અને સીઈઓ અક્ષય ચતુર્વેદીનું માનવું છે કે, છાત્રોએ જે તે દેશોમાં વિદ્યાર્થીઓના રહેઠાણની વ્યવસ્થા થતા ફેરફાર વિશે વધુ જાગૃત થવું જોઈએ. આ સમસ્યા ઓછી જગ્યાના કારણે નહીં પણ ઊંચી માંગ અને ઓછી જાગૃતિને કારણે ઉદ્ભવી છે. તેમાંના મોટા ભાગનાએ PBSAsની પસંદગી કરે છે. જ્યારે 35 ટકા વિદ્યાર્થીઓએ લીવરેજ એજ્યુ કોમ્યુનિટીમાં ફ્લેટ્સ અને ફ્લેટમેટ્સ મેળવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career and Jobs, Career News
