ChatGPT સહિતની AI કંપનીઓ બજારમાં આવી ત્યારથી ઘણું બધું બદલાયું છે. AI ના કારણે ઘણા લોકોની રોજીરોટી પર તલવાર લટકી રહી છે. AI ઘણા કર્મચારીઓની ચિંતાનું કારણ બન્યું છે. હવે AI ના કારણે 4 સેગમેન્ટમાં લોકોની નોકરી જઈ શકે છે.
વર્તમાન સમયે ટેક કંપનીઓ AIની ક્ષમતાઓને વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના કારણે નોકરી પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ આવશે. વિચાર અને તર્કની જરૂર હોય તેવા કામ માટે AI મદદ કરી રહ્યા છે. આવા જનરેટિવ AI લોકો માટે સહાયક બને છે. પણ તે નોકરીઓ માટે પણ ગંભીર ખતરો છે.
આ દરમિયાન McKinseyના સંશોધન 2030 સુધીમાં અમેરિકાના લગભગ 12 મિલિયન કર્મચારીઓને નોકરી બદલવી પડી શકે છે!
જનરેટિવ AIના કારણે જોબ માર્કેટ પર ખતરો
હાલમાં ઊંચા પગાર અને કામના યોગ્ય માહોલ માટે કર્મચારીઓ રાજીનામાં આપે છે, નોકરીમાં ફેરફાર કરે છે. જો કે, અભ્યાસના તારણો મુજબ હવે AI ટૂલ્સ અને તકનીકોમાં પ્રગતિને કારણે કર્મચારીઓને તેમની કારકીર્દિમાં જ ફેરફાર કરવો પડી શકે છે. અભ્યાસ મુજબ આગામી સમયમાં લગભગ 11.8 મિલિયન કર્મચારીઓને નોકરી બદલવાની ફરજ પડશે. તેમાંથી લગભગ 9 મિલિયન કર્મચારીઓએ તો સંપૂર્ણપણે નવા ક્ષેત્રમાં રોજગારી શોધવી પડશે.
કોને સૌથી વધી અસર થશે?
મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના પાર્ટનર માઇકલ ચુઇના મત મુજબ ઓફિસ સપોર્ટ, કસ્ટમર સર્વિસ, સેલ્સ, ફૂડ સર્વિસ અને પ્રોડક્શન વર્કને સૌથી વધુ અસર થશે. આ ચાર કેટેગરીમાં રોજગારીના સ્તરમાં અંદાજિત 75 ટકા જેટલો તોતિંગ ઘટાડો થશે.
ઓફિસ સપોર્ટ, કસ્ટમર સર્વિસ, સેલ્સ, ફૂડ સર્વિસ અને પ્રોડક્શન વર્ક જેવી કેટેગરીમાં ક્લાર્ક, રિટેલ સેલ્સ પર્સન, એડમીનીસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અને કેશિયર જેવી રિપિટેટિવ કામની નોકરીઓમાં 2030 સુધીમાં 600,000થી વધુનો ઘટાડો થશે.
AIથી આ સકારાત્મક અસર પણ થશે
માઇકલ ચુઇએ બિઝનેસ ઇનસાઇડરને કહ્યા પ્રમાણે, અમેરિકાની વર્ક ફોર્સ પર આ ફેરફારોની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર થશે. તેઓનું માનવું છે કે, AIને કારણે નોકરી પર ખતરો ઓછા પગારવાળા કેટલાક કર્મચારીઓને ઉંચા પગારવાળી નોકરી તરફ લઈ જઈ શકે છે. હેલ્થકેર અને ઇ-કોમર્સ જેવા ઉદ્યોગોમાં AI ટેકનોલોજીમાં ઉછાળો જોવા મળશે. પરિણામે રોજગારીની ઘણી નવી તક ઊભી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career and Jobs, Career News