સ્કીલ ડેવલપમેન્ટ એટલે શું? અને તેના ફાયદા
વર્તમાન યુગ ટેકનોલોજીનો છે. જેથી શિક્ષણની પણ ખૂબ જ જરૂરિયાત છે. આવી સ્થિતિમાં ડિગ્રી સાથે પ્રોફેશનલ કોર્સની પણ જરૂર પડે છે. સ્કેલ ડેવલપ કરવી પણ ખૂબ સારી બાબત છે. પોતાના રિઝ્યુમેમાં શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કોર્સનો ઉલ્લેખ કરવાથી તેની વેલ્યુ વધી જાય છે. આ સાથે તમારી પાસે કોઈ સ્પેશિયલ ડિપ્લોમા જેવી લાયકાત હોય તો તેનો ફાયદો પણ થાય છે.આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ઝડપથી વિકસી રહ્યા છે આ ફિલ્ડ્સ, ભારતીય વિદ્યાર્થીઓ માટે નોકરીની અનેક તકો
કયો કોર્સ કરવો હિતાવહ
વિદેશમાં ઘણા ક્ષેત્રમાં ભરપૂર તક રહેલી છે. ખાસ કરીને બિઝનેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ, કોમ્પ્યુટર ગેમ્સ ડેવલપમેન્ટ, સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ, લોજિસ્ટિક સપ્લાય એન્ડ ચેન મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ સોફ્ટવેર એન્જિનિયરિંગ, ટુરીઝમ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકાય છે.
પોતાની જાતે કરો તૈયારી
વિદેશમાં નોકરી માટે જે તે દેશની શરતોનું પાલન કરવું પડે છે. ઘણા દેશોમાં વિદેશી લોકોને નોકરી માટે પરીક્ષા લેવાય છે. આવી પરીક્ષાઓની તૈયારી તમે જાતે પણ કરી શકો છો. ટેકનોલોજીની જાણકારી રાખવાથી ફાયદો થાય છે. જે તે દેશની ભાષાની જાણ હોય તો તે પણ પ્લસ પોઇન્ટ ગણાય છે.
આ પણ વાંચો: તમારી કંપની ક્યાંક છટણી તો નથી કરવાની ને? આ ચાર સંકેતો મળે તો ચેતી જજો
જે દેશમાં નોકરી જોઈતી હોય તે દેશની પરીક્ષાની તૈયારી કરવી જરૂરી છે. આ માટે કેટલાક શોર્ટ ટર્મ કોર્સ પણ ઉપલબ્ધ છે. સારી કંપનીઓમાં મળેલો અનુભવ પણ કામમાં આવે છે. આવી બધી વસ્તુઓનો CVમાં ઉલ્લેખ કરવાથી તમારી પ્રોફાઈલ મજબૂત થઈ જાય છે. આ પ્રોફાઈલ તમને વિદેશમાં નોકરી અપાવી શકે છે. તમારી કારકિર્દી માટે પારંપરિક શિક્ષણની સાથે સ્કિલ ડેવલોપમેન્ટ અને પ્રોફેશનલ કોર્સ કરવા જરૂરી બની જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર