વિદેશમાં અભ્યાસ ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો નિયમ

Facebook
Twitter
WhatsApp
Telegram

Study Abroad New Rule: ઘણા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખે છે. તેમાં કોઇ શંકા નથી કે વિદેશમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીમાં વિવિધ સાંસ્કૃતિક અનુભવ, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય, વ્યક્તિગત વિકાસ અને કોમ્યુનિકેશન સ્કિલનો વિકાસ થાય છે. પરંતુ યોગ્ય કોર્સ, યુનિવર્સિટી અને દેશની પસંદગી કરવી એ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર છે. વિદેશમાં અભ્યાસ લાંબા સમય માટે ચાલતી પ્રક્રિયા છે, તેથી તમારા મનપસંદ અભ્યાસક્રમમાં અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલા શિક્ષણ ક્ષેત્રને લગતા જે તે દેશના ધોરણો અને નિયમો વિશે જાણવું ખૂબ જરૂરી છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસને આપેલા એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આઇડીપી એજ્યુકેશન, સાઇથ એશિયા એન્ડ મોરિસિયસ, રીજનલ ડાયરેક્ટર પિયુષ કુમારે આ અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી છે.

આ પણ વાંચો: વિદેશમાં અભ્યાસ કરવા ભારતીય છાત્રો માટે આ પાંચ દેશ છે ખૂબ જ અનુકૂળ, અહીં જાણો

યુકેમાં નવા પોલિસી ફેરફારો વિદ્યાર્થીઓ અને તેમના આશ્રિતોને શું અસર કરે છે? તે ભારતીય વિદ્યાર્થીઓ પર કેવી અસર કરશે?

મે મહિનામાં યુકેના હોમ સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે, ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ત્યાં સુધી તેમના આશ્રિતોને સાથે લાવવાની મંજૂરી નહીં મળે જ્યાં સુધી તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ કે જે રીસર્ચ પ્રોગ્રામ તરીકે ટ્રાન્સફોર્મ કરાયા છે તેમાં પ્રવેશ ન મેળવે.

આ જાહેરાત અનુસાર, યુકેના ઇમિગ્રેશનના આંકડામાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરતા આશ્રિતોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. યુકેમાં સ્થળાંતરમાં ઘણો વધારો થયો હતો અને ખાસ કરીને આફ્રિકન અને એશિયન દેશોમાંથી. યુકે સરકારે તેના પર નિયંત્રણ રાખવા માટે નીતિમાં ફેરફાર કર્યો હતો.
આ નીતિગત પરિવર્તનને કારણે ઊભા થયેલા સંભવિત પડકારો છતાં યુકેમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓની રેઝિલેન્સ અને એડેપ્ટેબિલિટીને સ્વીકારવી મહત્વપૂર્ણ છે.

આ નિર્ણય શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને નિરાશ કરી શકે છે, પરંતુ તે પર્સનલ ગ્રોથ અને સ્વતંત્રતા માટેની તકો પણ પૂરી પાડે છે.
વિવિધ સમુદાયોમાં સાથે રહીને તેઓ કાયમી કનેક્શન બનાવી શકે છે, સાંસ્કૃતિક આંતરદૃષ્ટિ મેળવી શકે છે અને પોતાનાપણાની ભાવના વિકસાવી શકે છે. વિદ્યાર્થીઓએ તેમની નાણાકીય વ્યવસ્થા કરવામાં રીસોર્સફુલનેસ દર્શાવી શકે છે. તેઓ કોમ્યુનિટી અને કલ્ચરલ આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપતા એફોર્ડેબલ હાઉસિંગ વિકલ્પો શોધી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં 1 જુલાઈથી નવા વિઝા નિયમો અને ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે વર્ક-અવર કેપ્સ અમલમાં છે. અભ્યાસ પછીના કામના અધિકારો વધવાથી ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ હાયર એજ્યુકેશન ગ્રેજ્યુએટ્સને કેવી રીતે લાભ થશે?

ઑસ્ટ્રેલિયાએ ઇન્ટરશનેલ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછીની રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડી છે. જો કે, ઓથોરીટીઝ તાજેતરમાં વધુ એક ફેરફારની જાહેરાત કરી છે, જે 1 જુલાઈથી લાગુ થશે. આ નિયમ ચોક્કસ પ્રોગ્રામ્સ માટે કામના અધિકારોને 8 વર્ષ સુધી લંબાવશે.

આ એક્સટેન્શન ઇન્ટરનેશનલ હાયર એજ્યુકેશન સંસ્થાઓના ગ્રેજ્યુએટ્સ માટે નોંધપાત્ર લાભ આપશે. તે તેમને લાંબા સમય સુધી દેશમાં રહેવા, કામનો અનુભવ મેળવવા, તેમની રોજગારક્ષમતામાં સુધારો કરવા અને ઓસ્ટ્રેલિયામાં લાંબા ગાળાની કરિયર તક અને સેટલમેન્ટ મેળવવાની સુવિધા આપે છે.

આ પોલિસી ગ્રેજ્યુએટ્સને તેમની કુશળતાનો ઉપયોગ કરવા, પૈસા કમાવવા અને ઓસ્ટ્રેલિયાના વર્કફોર્સમાં પોતાનો ફાળો આપવા માટે માધ્યમ રૂપ બને છે. આ બાબત તેમની પ્રોફેશનલ જર્નીમાં વધારો કરશે. વર્તમાન અને સંભવિત બંને પ્રકારના વિદ્યાર્થીઓએ આ અપવાદરૂપ તકનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ.

કેનેડાની IRCCએ IELTSની પરીક્ષામાં 6 બેન્ડ આવશ્યક ગણાવ્યા છે. આ નીતિ પરિવર્તન વૈશ્વિક મંચ પર કેનેડિયન યુનિવર્સિટીઓ અને કોલેજોની સ્પર્ધાત્મકતાને કેવી રીતે અસર કરશે?

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી)એ IELTS ટેસ્ટના તમામ સેકશનમાં ઓછામાં ઓછો 6.0નો સ્કોર લેવાનો નિયમ દૂર કર્યો છે. આ નિયમ 10 ઓગસ્ટ 2023 થી લાગુ થશે. હવે ફક્ત 6.0 ના સરેરાશ સ્કોરની આવશ્યકતા છે. જે કેનેડામાં એસડીએસ પ્રોગ્રામ માટે અરજી કરનારા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન પ્રોસેસ પર હકારાત્મક અસર કરશે.

આ પણ વાંચો: કોરોના મહામારી બાદ આ દેશો તરફ વધ્યો ભારતીય વિદ્યાર્થીઓનો ઝુકાવ, બની રહ્યા છે પોપ્યુલર સ્ટડી ડેસ્ટિનેશન

પોલિસીમાં આ પરીવર્તન બધાને સમાવવાની કમિટમેન્ટ દર્શાવે છે અને વિદ્યાર્થીઓની એકંદર ભાષા નિપુણતાને સ્વીકારે છે. ચોક્કસ સેક્શન સ્કોરની જરૂરિયાત ન હોવાથી હવે કેનેડાની સંસ્થાઓ એક વિભાગમાં સારો અને બીજા વિભાગમાં ખરાબ દેખાવ કરતાં પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ પોતાના દરવાજા ખોલી શકે છે. IELTS સ્કોરમાં ફેરફાર SDS કેટેગરી દ્વારા અરજી કરવા માટે ઉચ્ચ લાયકાત ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પૂલ સમાન બની શકે છે.

Published by:Rahul Vegda

First published:

Tags: Career and Jobs, કેરિયર

Source link

Leave a Comment

7k Network

News Letter

सब्स्क्राइब कीजिए हमारा डेली न्यूजलेटर और पाइए खबरें आपके इनबॉक्स में

Read More

છોટાઉદેપુર કલેકટરે કોનું જમીન કૌભાડ પકડ્યું ?

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ આવ્યું બહાર આવ્યું છે. છોટાઉદેપુરના સવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું હતું   જેના કારણે નસવાડી તાલુકાના

કોંગ્રેસ પરંપરાગત રીતે રાઠવા સમાજના ઉમેદવારને ટિકિટ આપશે કે પછી નવો ચીલો  ચિતરીને તડવી સમાજમાંથી મહિલા નેતા ને ટિકિટ આપશે?

અભીનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) છોટાઉદેપુર ની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જશુ રાઠવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ આ

નર્મદા જિલ્લામાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા ની વાત જિલ્લા કલેકટર સ્વેતા ટેવતીયા એ કરી

અભિનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) નર્મદા જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 07 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો વયો વૃત મતદારો માટે અને દિવ્યાંગ

આજ થી લોકસભાની ચૂંટણી ના તમામ એક્સક્લુઝીવ રીપોર્ટ જુઓ

ગુજરાત બ્યુરો અભિનવ ન્યુઝ આજથી લોકસભાની ચૂંટણીના તમામ એક્સક્લુઝિવ રિપોર્ટ તેમજ તમામ એક્સક્લુઝિવ જાણકારી તમને વાંચવા મળશે માત્ર અને માત્ર અભિનવ ન્યુઝ પર જોતા રહો