છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ આવ્યું બહાર આવ્યું છે. છોટાઉદેપુરના સવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું હતું જેના કારણે નસવાડી તાલુકાના કુકરદા ગામે ૧૨૩૮ એકર જમીન કરાઈ શ્રી સરકાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેતે વખતના જમીનના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હતું અને નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષ ૧૯૯૮માં વેચાણ કરવામાં આવી હતી ત્યારે હવે જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની કરી તજવીજ કરાઇ છે. પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી ૧૫૦ એકર જમીનો હોવાનું સામે આવ્યું છે જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જામીન ખરીદતા પહેલા નમૂનો ૬ તપાસી વ્યવહાર કરવા કરી અપીલ કરવામાં આવી છે..
