નર્સ અને કેર ટેકર્સ
ઓસ્ટ્રેલિયામાં વૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકોની સંભાળ માટે નર્સ અને કેર ગિવર્સની હંમેશા માંગ રહે છે. હાલ ઓસ્ટ્રેલિયામાં નર્સ માટે 30,000 નોકરીઓ છે અને આવનારા વર્ષોમાં આ આંકડો વધી શકે છે. 2025 સુધીમાં આ આંકડો 80,000 અને વર્ષ 2030 સુધીમાં 123,000 સુધી પહોંચી શકે છે.
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ
- ફ્લિન્ડર્સ યુનિવર્સિટી, એડેલેઇડ
- ફેડરેશન યુનિવર્સિટી, બેલારેટ, વિક્ટોરિયા
- યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી, સિડની, ન્યૂ સાઉથ વેલ્સ
- મોનાશ યુનિવર્સિટી, મેલ્બર્ન
- ધ યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડ, બ્રિસ્બેન
સોફ્ટવેર/એપ્લિકેશન ડેવલપર્સ
ઓસ્ટ્રેલિયામાં ટેક્નિકલ ફિલ્ડમાં નોકરીની તકો ઝડપથી વધી રહી છે. મજબૂત કરિયર ગ્રોથ અને સારા સેલેરી પેકેજ અને તકો સાથે સોફ્ટવેર/ એપ્લિકેશન ડેવલપર્સની માગ ખૂબ વધી રહી છે. હાલ આ ફિલ્ડમાં 15,000 નોકરીઓ છે.
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ
- યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા, એડેલેઇડ
- ફેડરેશન યુનિવર્સિટી, બેલારેટ, વિક્ટોરિયા
- યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડ, બ્રિસ્બેન
- ટોરેન્સ યુનિવર્સિટી, એડેલેઇડ
આ પણ વાંચો –હોંગકોંગમાં નોકરી કરવા ઇચ્છો છો? આ સેક્ટરના લોકો માટે સરકારે નિયમો કર્યા છે હળવા
આઇસીટી (ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી)
આઇસીટીમાં કરિયર બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અનેક સારી તકો મળી શકે છે. તેઓ સાયબર સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ, આઇટી ટેક્નિશિયન અને સિસ્ટમ્સ એડમિનિસ્ટ્રેટર જેવા ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકે છે.
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ
- વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, સિડની
- ધ યુનિવર્સિટી ઓફ ધ સનશાઇન કોસ્ટ, સનશાઇન કોસ્ટ, ક્વિન્સલેન્ડ
- લા ટ્રોબ યુનિવર્સિટી, મેલબર્ન
- યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, વોલોંગોગ
કન્સ્ટ્રક્શન અને સિવિલ એન્જિનિયર્સ
ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા વિકસિત છે. તેમાં રીઅલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વની છે. તેથી જ અહીં કન્સ્ટ્રક્શન અને સિવિલ એન્જિનિયર્સની માંગ ખૂબ વધારે છે.
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ
- સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી, મેલ્બર્ન
- ધ યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, સિડની
- ધ યુનિવર્સિટી ઓફ મેલ્બર્ન, મેલ્બર્ન
- રોયલ મેલબર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મેલ્બર્ન
ચાઇલ્ડહૂડ ટીચર અને ચાઇલ્ડ કેર
ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં વ્યસ્ત અને ભાગદોડની લાઇફસ્ટાઇલમાં ચાઇલ્ડહૂડ ટીચર અને ચાઇલ્ડ કેર ફિલ્ડ ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે. નાના બાળકોને એજ્યુકેશન અને તેમની સારસંભાળ રાખવા માટે ટીચર્સની જરૂરીયાત ખૂબ રહે છે. આ ફિલ્ડમાં જોબ સિક્યોરિટી ખૂબ વધારે હોય છે.
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ
- ડેકિન યુનિવર્સિટી, વિક્ટોરિયા
- ધ યુનિવર્સિટી ઓફ મેલબર્ન, મેલબર્ન
- એડિથ કોવાન યુનિવર્સિટી, જૂનડેલપ
- ચાલ્સ ડાર્વિન યુનિવર્સિટી, ડાર્વિન
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર