સુઝી વેલ્ચે CNBCને કહ્યા મુજબ, કંપની છટણી પહેલા જ કેટલાક સંકેતો બતાવે છે. જેથી કંપની પર ઈન્ટરનેટ વડે ધ્યાન રાખો. ઉદ્યોગના વિશ્લેષકો અને અન્ય નિષ્ણાતો કંપનીની નાણાકીય બાબતો વિશે વિવિધ પ્લેટફોર્મ પર શું કહે છે? તે વાંચો. તમારા ક્ષેત્રનાં ટ્રેન્ડ પર નજીકથી નજર રાખવા માટે ન્યૂઝલેટર્સ, બ્લોગ્સ અને આઉટલેટ્સને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.
કંપનીની ફાઇનાન્સિયલ હેલ્થ પર ધ્યાન આપો
વેલ્ચે જણાવ્યું હતું કે, કંપનીની કમાણીના અહેવાલો અને ગાઇડન્સ તથા તેના શેરના ભાવમાં થતી હિલચાલ પરથી કંપની ફાઇનાન્સિયલી રીતે કેવું પ્રદર્શન કરે છે? તેનો ખ્યાલ આવે છે. માર્કેટ તમારી કંપની વિશે શું કહે છે અને શેરની કિંમત ક્યાં જઈ રહી છે? તેના પર નજર રાખવી જોઈએ.
આ પણ વાંચો – ખુશખબર! મોટી સરકારી ભરતી આવી, 30 હજારથી વધુ જગ્યાઓ ખાલી, 10 પાસ પણ કરી શક્શે અરજી
તમારા બોસને ઓબ્ઝર્વ કરો
નોકરી પર તમારા મેનેજર અથવા સુપરવાઇઝર સાથે સારો સંબંધ જાળવી રાખવાથી છટણી થવાની વાતની તમને આગોતરી જાણ થઈ શકે છે. આ ઉપરાંત તમારા બોસ પણ તમને જાણ કરી શકે છે. આખરે તો તે પણ માણસ છે. તમારા બોસ તેમના વિશ્વાસુ ટીમ મેમ્બરને છટણી અંગે માહિતી શેર કરી શકે છે.
કોસ્ટ કટીંગ પર ધ્યાન રાખો
કંપની કોસ્ટ કટીંગ કરવા લાગે તો તે પણ છાટણીનો સંકેત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કંપનીની ઇવેન્ટનું રદ થવું, પ્રોજેક્ટ્સ, કર્મચારીના બેનિફિટ્સ પર કાપ સહિતની બાબતો તેના સંકેત હોય શકે છે.
વેલ્ચ કહે છે કે, કર્મચારીઓને તગેડવા સિવાય કંપની સંસાધનો પર કાપ કરે તો તે સંકેત હોઈ શકે છે. કંપનીઓ સામાન્ય રીતે કર્મચારીઓમાં કાપ મૂકવાનું શરૂ કરે તે પહેલાં પ્રોજેક્ટ્સ, પ્રોગ્રામ્સ અને ઇવેન્ટ્સમાં કાપ મૂકવાનો પ્રયાસ કરશે. આવું થાય તો ચિંતાનો વિષય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career and Jobs, Career News