અભીનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો)
છોટાઉદેપુર ની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જશુ રાઠવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ આ સીટ પર મથામણ કરી રહી છે કે રાઠવા સમાજમાં ટિકિટ આપવામાં આવે કે અથવા તો કોઈ નવો ચહેરો આપવામાં આવે છે તે પર સૌની નજર છે
રાજ્યસભામાં સાંસદ રહેલા નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. ત્યારે હાલમાં કોંગ્રેસ ટિકિટો માટે માથામણ કરી રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભાની સીટ પર અત્યારે કોંગ્રેસમાંથી ત્રણ નામો ભારે ચર્ચામાં છે જેમાં પહેલું નામ છે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં વિધાનસભાની લડી ચૂકેલા અને હાલ કોંગ્રેસના અગ્રણી નેતા પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ મહિલા સમાજના અગ્રણી તરીકે અંગીરાબેન તડવી આ ત્રણ નામો હાલમાં ભારે ચર્ચામાં છે કોંગ્રેસ હાઈ કમાન્ડ આ ત્રણમાંથી એક પર કળશ જોડે તેમ લાગી રહ્યું છે કે છોટાઉદેપુર લોકસભાની સીટ આદિવાસી અનામત સીટ છે ત્યારે આ સીટ પર સૌથી વધુ આદિવાસી મતદારો છે જેમાં રાઠવા, ભીલ અને તડવી સમાજના મતદારો છે ત્યારે ભાજપ ની જેમ કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં સુખરામ રાઠવા કે અર્જૂન રાઠવા ને ઉમેદવાર ઉભા રાખશે અથવા તો નવો પ્રયોગ કરવા મહિલા ને પ્રાધાન્ય આપવા અંગીરા બેન તડવી ને ટિકિટ આપશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.