April 19, 2026 10:30 pm

બીજેપીની નર્મદા ની નવી ટીમ

નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોની વરણીમાં યુવાનોનો પ્રાધાન્ય સૌથી મોટો પડકાર આ ટીમ સામે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નીલ રાવની નિમણૂક થયા બાદ જિલ્લા સંગઠનની બાકી રહેલી ટીમની જાહેરાત ક્યારે થાય છે એની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે પ્રદેશ તરફથી લીલી ઝંડી બાદ આખરે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા જિલ્લાના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કાર્યાલય મંત્રી, કોષાધ્યક્ષ સહિત અન્ય મોરચાઓના પ્રમુખોની નિમણૂકો કરાઈ હતી. ત્યારે આજે નર્મદા જિલ્લા કમલમ ખાતે તમામની  પરિચય બેઠક કમલમ કાર્યાલય ખાતે મળી હતી.જેમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ વખતે જાહેર કરેલી જિલ્લા ભાજપની નવી ટીમમાં યુવાનો મહિલાઓ સહિત સ્થાન અપાયું છે
નર્મદા જિલ્લાના મહામંત્રી તરીકે ડેડીયાપાડા વિધાનસભાના હિતેશ વસાવા નાદોદ વિધાનસભા મતવિસ્તારના શ્રવણ તડવી અને આશિષ પટેલની નિમણૂક કરાય છે જ્યારે નર્મદા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે
શીતલ તડવી, કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિકુંજ પટેલ, એસટી મોરચાના પ્રમુખ તરીકે રાજુ વસાવા, એસ.સી મોરચાના પ્રમુખ અમિત સોલંકી યુવા મોરચાના પ્રમુખ મહેન્દ્ર દવે  ની નિમણૂક કરાઈ હતી જ્યારે ખજાનચી તરીકે મુકેશ  પટેલ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ નીલ રાવ છે જેમને અત્યારે આ ટીમ ઉતારી છે અને ત્યારે આ ટીમ માટે સૌથી મોટો પડકાર આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બની રહેશે કારણ કે થોડા જ મહિનામાં મહિનાની અંદર રાજપીપળા નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે આ વખતે ભાજપ સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટી મોટો મહત્વનો પડકાર બની રહેશે તેમ લાગી રહ્યું છે

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો