September 7, 2026 2:42 pm

સુપર એક્સક્લુઝિવ અભિનવ ન્યુઝ જિલ્લા ભાજપ પ્રમુખ બદલાશે??? કયા બે આદિવાસી સિનિયર નેતા પ્રમુખ ??. નર્મદા

અભિનવ ન્યૂઝ સુપર એક્સક્લુજીવ

જિલ્લા ભાજપ પ્રમુખ બદલાશે???
કયા બે આદિવાસી સિનિયર નેતા બનશે પ્રમુખ??.

(ગાંધીનગર થી  પ્રતિનિધિઓ અહેવાલ)
રાજપીપળા ખાતે આંબેડકર હોલમાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ નારાજ થઈ કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી નીકળી ગયા હતા. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે કાર્યક્રમમાં તેમના પદના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ યોગ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે તેમનું અપમાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
નારાજગી વ્યક્ત કરતાં ડૉ. દર્શનાબેન દેશમુખ રાજપીપળાના ગાંધી ચોક વિસ્તારમાં ધરણા પર બેસી ગયા હતા.તેમણે સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. જણાવ્યું હતું કે પક્ષમાં મનગમતા લોકોને ટિકિટ આપવાની અને મનમાની કરવાની વૃત્તિને કારણે ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.ડૉ. દર્શનાબેન દેશમુખ જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા સંગઠન ના કેટલાક હોદ્દેદારો પર સવાલો ઊભા કર્યા હતા.ત્યારે સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ પણ દર્શના બેન ને સમર્થન કર્યું હતું ત્યારે આખરે પ્રદેશ કક્ષા સુધી વાત ગઈ અને
પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટે ધારાસભ્યને સમજાવ્યા હતા, તેમજ અન્ય નેતાઓ સાથે પણ તેઓએ ટેલીફોનિક ચર્ચા કરી હતી જેના કારણે તેઓએ દિવસે ચાલુ કરેલા ધરણા પૂર્ણ કર્યા હતા ત્યારે તેઓની વાત સાંભળી યોગ્ય પગલા ભરવામાં આવશે તેવી ખાતરી પણ તેમને આપવામાં આવી હતી ત્યારે ગાંધીનગર ખાતે તેઓએ રજૂઆત કરવા માટે સૌ આગેવાનો ગયા છે આ બધાની વચ્ચે સૂત્રો દ્વારા જાણવા મળેલ છે ત્યારે એવી માંગ કરાઇ રહી છે, અને દર્શના બેનને પણ માંગ કરી હતી કે જિલ્લામાં કોઈ આદિવાસી નેતા ભાજપના પ્રમુખ બનાવવામાં આવે ત્યારે આ બધાની વચ્ચે ગાંધીનગરના ગલિયારોમાં ચર્ચા છે કે ભાજપ જો જિલ્લા ભાજપ પ્રમુખ બદલે તો બે નેતાઓ સૌથી અગ્રેસર છે અત્યારે અને સિનિયર છે તેમાંનું એક નામ છે પૂર્વ મંત્રી છે અને તેઓ પ્રદેશ ની કારોબારીમાં પણ કામ કરી રહ્યા છે કારણ કે તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે અને ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બીજું નામ છે પણ પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ તેમજ કેન્દ્રીય કક્ષાએ પણ આદિજાતિ આયોગમાં હોદ્દા પર રહી ચૂક્યા છે જો જિલ્લા પ્રમુખ બદલવામાં આવે અને જે માંગ છે તો વિકલ્પ રૂપે આ બંને નેતાઓના નામ અત્યારે સૌથી આગળ ચર્ચામાં છે તો આ નેતા કે કોઈ નવું નામ આવશે કે પછી સમાધાન થશે તો આ બધી ચર્ચાઓ છે પણ હકીકત , ત્યારે જોવાનું રહેશે કે ભાજપ હાઈ કમાન્ડ ભાજપ ની અંદરો અંદર ની ભાંજગડ ભાંગવા શું પગલાં લે છે,

ગાંધીનગર કોણ કોણ આવ્યું હોવાની વાત

ભાજપ પ્રમુખ અને સંગઠનને લઈને જે મુદ્દાઓ છે જે બાબતે ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડને રજૂઆત કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહકારી ક્ષેત્રના આગેવાન ઘનશ્યામભાઈ પટેલ સહિત આગેવાનો આજે ગાંધીનગર ગયા છે ત્યારે દોઢ વર્ષ જ વિધાનસભાની ચૂંટણીને બાકી છે ત્યારે ભાજપ શું પગલાં લે છે તે પર સૌની નજર છે

ગુજરાત ભરની રાજકારણની આવી exclusive ખબર વાંચવા ને જાણવા  ચેનલને ફોલો કરો

લિંક નીચે

Home

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો