સાંકેતિક તસવીર
વડોદરાના મોલેથા ગામે નર્મદા નદીમાં ગેરકાયદે ખનનનો મોટો પર્દાફાશ કોણે કર્યો??
વડોદરા થી ખાસ સંવાદદાતા નો રિપોર્ટ
ખાનગી સર્વે નંબરની આડમાં સરકારી નદીના પટમાં બે નંબરનું રેતી ખનન! નો મોટો આક્ષેપ માફિયાઓએ નદીનો કુદરતી પ્રવાહ બંધ કરી ગેરકાયદે રસ્તો બનાવી દીધો!.
અને નર્મદા જિલ્લાની રોયલ્ટી વડોદરાના મોલેથામાં વાપરી આચરાયું મસમોટું કૌભાંડ હોવાની શંકા કેટલી સાચી??
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોલેથા ગામેથી રેતી ખનન માફિયાઓની દાદાગીરી અને મસમોટા રોયલ્ટી કૌભાંડનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સરકારી નિયમોના ધજાગરા ઉડાવી નર્મદા નદીના કુદરતી પ્રવાહને રોકીને ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ છે. નવાઈની વાત એ છે કે, જનતા રેડના ૬-૬ કલાક સુધી સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ.લાગી રહ્યું છે મોલેથા ગામના, જ્યાં પ્રાઇવેટ સર્વે નંબરની આડમાં સરકારી નદીને ખાનગી અસ્કયામત સમજીને લૂંટવામાં આવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, અહીં ખનન માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે નર્મદા નદીના કુદરતી પ્રવાહને બંધ કરીને પોતાનો ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો છે. માત્ર એટલું જ નહીં, રોયલ્ટી પાસનો મોટો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લાની રોયલ્ટી વડોદરા જિલ્લાના મોલેથા ગામે વાપરીને કરોડો રૂપિયાનું બે નંબરનું રેતી ખનન આચરવામાં આવી રહ્યું છે. તેવા આક્ષેપો થઈ રહ્યા છે
જ્યારે સ્થાનિક જનતા જાગૃત થઈ અને આ ગેરકાયદેસર ખનન પર ‘જનતા રેડ’ પાડી, ત્યારે વડોદરા જિલ્લાની ખાણ-ખનીજ (લોકલ ખનન) ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્ય વચ્ચે, જનતા રેડના ૬ કલાક વિતી જવા છતાં તંત્રનો એક પણ અધિકારી ઘટનાસ્થળે ફરક્યો નથી તેમ સ્થાનિકો કહી રહ્યા છે હવે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા જિલ્લાની ટીમ આમાં કેમ લાચાર છે? શું અધિકારીઓની આ ખનન માફિયાઓ સાથે કોઈ આંતરિક ભાગીદારી છે? બીજી તરફ, જેના નામે આ રોયલ્ટી ઇશ્યૂ થયેલી છે તે લોકો ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે કે, “અમે બધા જ ડિપાર્ટમેન્ટને જોઈ લઈશું, અમારું કોઈ કંઈ બગાડી નહીં શકે.” આવા કન્સલ્ટિંગ અને પાવરના જોરે મોલેથા ગામે કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર મૌન રહીને આ માફિયાઓને પ્રોત્સાહન આપી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ત્યારે અહીંયા સવાલ પેદા થાય છે કે જનતા રેડ ચાલવા છતાં વડોદરા જિલ્લા ખાણ-ખનીજ વિભાગ કેમ ન આવ્યું?તેમજ નર્મદા જિલ્લાની રોયલ્ટી વડોદરાના મોલેથા ગામમાં કેવી રીતે ધૂમ મચાવી રહી છે? ઓનલાઇન સિસ્ટમમાં આ કેમ પકડાતું નથી? અને નર્મદા નદીના કુદરતી પ્રવાહને રોકીને ગેરકાયદે રસ્તો બનાવવાની હિંમત માફિયાઓમાં ક્યાંથી આવી? તેમજ ચર્ચા છે કે અહીંયા એવી ધમકીઓ આપવામાં આવી હતી કે “બધા ડિપાર્ટમેન્ટને જોઈ લઈશું” તેવી ધમકી આપનાર કથિત ખનન માફિયાઓ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે? અત્યારે વધુ વિગત આગામી રિપોર્ટમાં અમે જણાવીશું.

