નર્મદા
નર્મદા જિલ્લાની રાજનીતિ અત્યારે ખૂબ ગરમી આવેલી છે ત્યારે તાજેતરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની એક જાહેર સભામાં હાજર જનમેદનીને “હભભભ” એવું બોલવા માટે આહવાન કર્યું હતું. ત્યારે છોટાઉદેપુર લોકસભાના નેતા રાધિકા રાઠવા પણ હબબ બોલવા સભામાં કહ્યું હતું .અને ત્યારે હબબ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને આદિવાસી સમાજની જૂની પરંપરા સાથે જોડવામાં આવેલ છે ત્યારે બીજી તરફ બીજેપીના સિનિયર નેતા અને સાંસદ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક કાર્યક્રમ માં આ મુંબઈ કહ્યું હબબ લુખ્ખો હોય તે બોલે ,ડેડીયાપાડા ધારાસભ્ય લુખ્ખો છે , સાંસદે પોતાના નિવેદનમાં એમ કહ્યું હતું કે જે લુખ્ખો હોય એ “હભભભ” બોલે અને બીજાને બોલવા પણ કહે ત્યારે આપણે આ બંધ કરાવવાનું છે નહીં તો આપણને પણ હબબ બોલાવતા કરી દેશે,,,
ત્યારે સાંસદ મનસુખ વસાવાના આ નિવેદન બાદ મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કેટલાકે અભદ્ર ટીપ્પણી અને ધમકી આપતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેની વાત સાંસદ મનસુખ વસાવા ને થતા સાંસદે બાબતે પોલીસને જાણ કરી હતી ઉપરાંત સાંસદ ના જમાઈ વિક્રાંત આ મુદ્દે ફરીયાદ નોંધાવતા પોલીસ એક આરોપી લાલો નાગજી ડામોરને દાહોદ વિસ્તાર માંથી પકડી લાવી ગુનો દાખલ કર્યો છે.
નર્મદા
કેમ ગુન્હો નોંધાયો??
સાંસદ મનસુખ વસાવાએ કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે અત્યંત અશ્લીલ, અશોભનીય અને ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.જે બાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ થઈ છે.હાલમાં સાંસદ મનસુખ વસાવા દિલ્હી ખાતે બજેટ સત્રમાં વ્યસ્ત હોવાથી, તેમના સોશિયલ મીડિયા હેન્ડલર ભાવિક પુરોહિતે મનસુખ વસાવાને આ વીડિયો અંગે જાણ કરતા અંતે જમાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.રાજપીપળા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 351(2), 296(b) અને 356(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.
આ ફરિયાદમાં કુલ ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.
(1) AK_JOHAR_20: આઈડી ધારક લાલો નાગજી ડામોર
(2) S_K_PARMAR_MIP_69: આઈડી ધારક મનોજ પરમાર
(3) ak_mavi_01: આઈડી ધારક અજિત માવી

