નર્મદા જિલ્લા ખાતે તાજેતરમાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તે અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી
આ ઉપરાંત આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં જંગી બહુમતી સાથે વિજય હાંસલ કરે તે માટે આજથી જ સંગઠનાત્મક કામગીરી શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી સક્રિયતા વધારી, ઘેર-ઘેર સંપર્ક અભિયાન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, મોરચા-પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે બીજેપી એવી પાર્ટી છે કે જે 24 કલાક સાત દિવસ સતત પ્રજાના સેવા કે કાર્યો માટે તૈનાત રહે છે અને અમે માત્ર ચૂંટણી હોય ત્યારે જ પ્રજાની વચ્ચે જતા નથી પરંતુ અમે કાયમ પ્રજાની વચ્ચે રહીને પ્રજા કામ કરતા રહીએ છીએ અમે જનતા નું દિલ સેવા કરીએ કાર્ય અને પ્રેમથી જીતીએ છે તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું..


