April 19, 2026 9:10 pm

મોબાઈલ બન્યો જીવલેણ.. પતિ પત્ની વચ્ચે મોબાઈલ બાબતે ઝઘડો થયો ત્યારે પતિએ પત્ની પર કુહાડી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામની અંદર લક્ષ્મીબેન રામસિંગભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે 50 રહે ટેકરા ફળિયા જેઓ  તેમના પતિ રામસિંગ જાતરભાઈ વસાવા સાથે રહેતા રહેતા હતા ત્યારે 19 તારીખે  તેઓને મોબાઇલ જોવા બાબતે બોલા ચાલીને ઝઘડો થયો હતો જે જે દરમિયાન ઝઘડો વધુ ઉભરો બન્યો હતો અને પતિ રામસિંગ ને ગુસ્સે આવતા ઘરમાં પડેલી  કુહાડી વડે પત્ની લક્ષ્મી પર જીવલેણ હુમલો કરી લક્ષ્મીના  જમણા કાનના ભાગે તથા જમણા કાનની પાછળના ભાગે જીવલેણ હુમલો કરતા લક્ષ્મીબેન નું મોત થયું છે આ બાબતે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે
લક્ષ્મીબેન નું મોત થતા પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે ત્યારે ડેડીયાપાડા પોલીસે બીએનએસ કલમ 103  (એક )તથા જીપી એક્ટ કલમ 135 (એક) મુજબ ગુન્હો નોંધીને તપાસ હાજરી છે આ ઘટનાની વધુ તપાસ ડેડીયાપાડા ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એસ સીરસાઠ તથા તેમની ટીમ  કરી રહ્યા છે

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો