September 7, 2026 3:06 pm

CM ભુપેન્દ્ર પટેલની નર્મદા પર “પુલ” વર્ષા

નર્મદા

નર્મદા જિલ્લામાં ૨ નવા બ્રિજ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી

પુલનો સાંકેતિક ફોટો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટે  નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. *તદનુસાર, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ જનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે સાથે  પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓને ભવિષ્યમાં આ બંન્ને પૂલોનો લાભ મળવાથી કુલ ૧૭ કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો