નર્મદા
આમ આદમી પાર્ટી બીજેપીની B ટીમ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની અધ્યક્ષતામાં શરૂ થયેલી જન આક્રોશ યાત્રા નર્મદા માં પ્રવેશી અને રાજપીપળા કેવડીયા એકતનગર થઈ દેડીયાપાડા સાગબાર ફરી અંતે દેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે આ યાત્રા નું સમાપન કરવામાં આવ્યું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ધારાસભ્ય અનંત પટેલ, જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી

સહિતના મોટી જનમેદની વચ્ચે આ જન આક્રોશ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના આગેવાનોએ આમ આદમી પાર્ટીને કારણે આપણે જીત થી દૂર રહી અને આમ આદમી પાર્ટી ભાજપ અને RSS ની વિચારધારા વાળા લોકોની હોય એમ જાહેર કરી તેમની વાત માં ના ભરાવવા ની વાત કરી એટલું જ નહીં.આમ આદમી પાર્ટી સામે.ઘણાં તીખા પ્રહારો કર્યા હતા. આ સાથે ભાજપ અને મોદી સરકાર પર પણ તીખા પ્રહારો કર્યા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ ને ઉખેડી ફેંકવા આહવાન કર્યું હતું. ત્યારે કોંગ્રેસની આ સભાની અંદર કોંગ્રેસને પ્રાણ ફૂંકવાનો મોટો પ્રયાસ કોંગ્રેસ દ્વારા થયો હતો અને કોંગ્રેસના નેતાનો કેવું છે કે આજે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે જે બતાવે છે કે હવે કોંગ્રેસ જ ભાજપ સામે વિકલ્પ છે અને આમ આદમી પાર્ટી તો બીજેપી ની બી ટીમ છે…

