September 7, 2026 3:10 pm

નર્મદા જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ઉર્ફે બંટીભાઈ કેસરીસિંહ ગોહિલ ખેતરમાં દેશી વિદેશી સલાડ માં ઉપયોગી શાકભાજી નું ઉત્પાદન કર્યું

નર્મદા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સમારીયા ગામના ગામના ખેડૂતે અલગ જ પ્રકારની ખેતી કરીને સારી એવી આ વખતે પ્રાપ્ત કરી રહ્યા છે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે અને હવે લોકો મધ્યમ વર્ગના લોકો પણ સલાડનો ઉપયોગ કરતા થયા છે ત્યારે નર્મદા જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ઉર્ફે બંટીભાઈ કેસરીસિંહ ગોહિલ પોતાના ખેતરમાં નવતર ખેતી તેઓ કરતા રહેજો અને અત્યારે તેઓ પોતાના ખેતરમાં બેસી વિદેશી સલાડમાં ઉપયોગ થતા શાકભાજીનું ઉત્પાદન કર્યું છે જેમાં તેમણે રેડ કોબીજ , ચેરી ટામેટા લેટ્યુસ બ્રોકલી તદુપરાંત કોલ્હારાબી નું વાવેતર પોતાના ખેતરમાં કર્યું છે.
જણાવ્યું હતું કે તેઓ એ અત્યારે
તેઓએ દોઢ એકરમાં ઉત્પાદન કર્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ દેશી વિદેશી સલાડ ઉત્પાદન કર્યું છે જે અંદાજિત 60 થી 70 દિવસ માં તૈયાર થઈ હોલસેલ માં પણ લોકો રિટેલ માં લઈ જાય છે.. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોને કહે છે કે પોતાના ખેતરમાં આધુનિક ખેતી કરવી જોઈએ શરૂઆતમાં થોડી તકલીફ પડે પરંતુ ત્યારબાદ તેનો ફાયદો થતો હશે તેમને એમ પણ જાણ્યું હતું કે તેઓ સક્કરટેટી અનાનસ ગલગોટા તરબૂચ ને પણ ખેતી તેઓ કરે છે અને ઉનાળાની સિઝન માટે તેઓએ તરબુચનું પણ વાવેતર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે એક ખેતી કરતા નવી અલગ અલગ ખેતી કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય છે તેમ બંટી ભાઈએ જણાવ્યું હતું.
તેઓને પૂછવામાં આવ્યું હતું કે વેચાણ કેવી રહેશે તો તેમને જણાવ્યું હતું કે હાલમાં તો હોલસેલમાં પણ જાય છે પણ જેમ જેમ લોકોને ખબર પડે છે તો તેમના ખેતરમાં પણ તેઓ આજે મેં અલગ અલગ પ્રકારના સલાડનું વાવેતર કર્યું છે તે જોવા અને લેવા માટે આવે છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે વી આઈ પી હોટલો બનેલી છે ત્યાંથી પણ તેઓ મારી ખેતી જોવા માટે આવે છે તેમ જણાવ્યું હતું.
ત્યારે પ્રગતિશીલ ખેડૂત બંટી ભાઈ ખેડૂતો માટે એક ઉદાહરણ છે કે એક જ પ્રકારની ખેતી કરવા કરતા નવતર પ્રયોગ કરીને ખેતી કરવી જોઈએ જેથી સારી આવક પણ થાય અને જમીન ની ફળદ્રુપતા પણ કાયમ રહે તેમ તેઓ પણ કહી રહ્યા છેસમારીયા ગામના ખેડૂત  ઉપેન્દ્રસિંહ ઉર્ફે બંટીભાઈ   પોતાના ખેતરમાં
લેટ્યુસ  કોલ્હારાબી બતાવતા તસવીરમાં જણાયું છે

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો