નર્મદા
પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા તેઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તેઓની ભાજપમાં ઘર વાપસી કરાઈ
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બની રહી છે. ખાસ કરીને ભાજપના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો ફરીથી પક્ષમાં પુનઃ સ્થાપિત થતા પાર્ટીની સંગઠન શક્તિમાં વધારો થયો છે.
કોઈ કારણવશ અગાઉ પક્ષથી અલગ થયેલા ભાજપના પાયાના કાર્યકરો સુનિલ પટેલ, સોમા વસાવા તથા દિનેશ બારીયાને ભાજપમાં શ્રી કમલમ ખાતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ નીલ રાવ એ જણાવ્યુ હતું કે ભાજપ હંમેશા કાર્યકરોના સન્માન અને સંગઠનના એકતાને મહત્વ આપે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત માટે સૌ કાર્યકરો એકજૂટ થઈને જનસંપર્ક અને પ્રચાર કાર્યમાં જોડાશે.આ પ્રસંગે હાજર આગેવાનો અને કાર્યકરોએ એકમતથી સંકલ્પ વ્યક્ત કર્યો કે નર્મદા જિલ્લામાં ભાજપનો વિકાસમુખી એજન્ડો લોકો સુધી પહોંચાડીને પક્ષને વિજય અપાવશે.


