નર્મદા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે એ પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર અનેક નેતાઓ અને તે પણ યુવા નેતા છે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહે છે થોડા સમય પહેલા ડેડીયાપાડા ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં ડો પ્રફુલ વસાવા અને રાજ વસાવા ભાજપમાં જોડાયા હતા ત્યારે ત્યારબાદ નેત્રંગ ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હતો જેમાં આપ પાર્ટી છોડીને અનેક યુવા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના
ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આપ પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે.
જ્યોતિસભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ પક્ષના સંગઠનમાં પૂરતો સહયોગ ન મળતા તેમજ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો થી પ્રેરાઈ તેઓએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો.જ્યોતિસ તડવીએ જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓથી પ્રેરાઈ તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગોરા ગામના ડેપ્યુટી સરપંચ પણ આપ પાર્ટી છોડી દેવામાં ભાજપમાં જોડાયા છે ત્યારે હજુ પણ ઓપરેશન લોટસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચાલુ રહેશે અને ચર્ચામાં છે તે આપણા વિશે પણ હજુ કોઈ મોટા નેતા ભાજપના જોડાશે તેવી ચર્ચાઓ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ઓપરેશન હજુ પણ ચાલુ રહેશે તેમ લાગી રહ્યું છે… ત્યારે જોવાનું રહેશે ..

